કશું નહીં કહે
કશું નહીં કહે
1 min
47
આંખોને વાંચી લ્યો, જબાન કશું નહીં કહે,
અંતરને ઉકેલી લ્યો, જબાન કશું નહીં કહે,
ખૂબખૂબ ભરી છે વેદનાઓ ઉરના ઊંડાણે,
ઉરતાપે તાપી લ્યો, જબાન કશું નહીં કહે,
એમ તો ચહેરો પણ ઘણુંબધું કહી રહ્યો છે,
એને સાંભળી લ્યો, જબાન કશું નહીં કહે,
આમેય શબ્દોની ભાષા કેટલા સમજી જતા ?
પાનખરની ડાળી લ્યો, જબાન કશું નહીં કહે,
ક્યાં છીએ આખરે એકમેકથી જુદા આપણે,
એકબીજા તાળી લ્યો, જબાન કશું નહીં કહે.