દેજે
દેજે
તનમનની તંદુરસ્તી અમને તું હરિવર દેજે,
તુજ નામની મનમસ્તી મને તું હરિવર દેજે,
તરી શકું સંસારસાગર પ્રભુ તારા પ્રતાપથી,
નામસ્મણની એ કશ્તી મને તું હરિવર દેજે,
મળ્યા પછી કદીએ એને ના જ ગુમાવવા પડે,
એવી અનુપમ એ હસ્તિ મને તું હરિવર દેજે,
કરી શકું કૈંક કામ માનવતાના એ જ ચાહ છે,
એવી તનમનની શક્તિ મને તું હરિવર દેજે,
તને પણ થાય અચરજ ને મળવાની ઉત્કંઠા,
એવી આશરહિત ભક્તિ મને તું હરિવર દેજે.