STORYMIRROR

ચૈતન્ય જોષી

Tragedy

4  

ચૈતન્ય જોષી

Tragedy

બાપુ તમે

બાપુ તમે

1 min
43

હર ડગલે સત્યતણા રસ્તે ચાલ્યા બાપુ તમે,

દેશ અંગ્રેજોને છોડાવી મહાલ્યા બાપુ તમે,


સાવ સાદી વાત કરી તમે અહિંસાની બાપુ,

સાદગીનું જીવન જીવી હરખ્યા બાપુ તમે,


રુંવેરુંવે દેશદાઝને દેશપ્રેમ છલકતો રહેતો ને,

પ્રાર્થના ઈશ્વરને કરી ઈશને પોકાર્યા બાપુ તમે,


કદીય ન વિસરાય એવા ઉપકાર દેશ પર છે,

"હે રામ" ઉચ્ચારી દેહને આજે છોડ્યા બાપુ તમે,


કોટિકોટિ વંદન નિર્વાણદિને સાબરમતી સંતને,

આજે મા ભારતીના નૈન વરસાવ્યાં બાપુ તમે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy