STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

પ્રેમાળ પિતા

પ્રેમાળ પિતા

1 min
11

કોઈ પ્રેમાળ પિતાએ ઈશ પાસે દીકરી માગી હશે,

એને પણ કમી કોઈ પ્રસંગે માતા તણી લાગી હશે.


ખૂબ હશે હરખાયો જ્યારે અવતરણ થયું સુતાનું,

નિહાળી ભોળી સૂરત, એના ઉરે વાંસળી વાગી હશે.


માનીને લક્ષ્મી સ્વરૂપ એનાં વિવિધ રૂપો વિચારીને,

પળવાર હાજરી ઈશની એણે એમાં વિચારી હશે.


પ્રેમ સમસ્ત ઉરનો વહાલ બનીને પ્રગટી રહ્યો જ્યાં,

કેટકેટલી કલ્પના મનમંદિરે જાણે એના જાગી હશે.


ભેદરેખા સુતસુતાની ક્યારે ભૂંસાઈ ખબર ન પડી,

કટકો કાળજાનો ગણી સર્વસ્વ એને બસ ધારી હશે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational