મિત્રોના ઘરોમાં તો ઉર્જા
મિત્રોના ઘરોમાં તો ઉર્જા
મિત્રોનાં ઘરોમાં તો ઉર્જા મળે છે,
સર્વ દિલમાં વ્હેતી ત્યાં આશા મળે છે,
નથી તાગતો હું નથી જાણતો હું,
આજે મિત્રના દિલમા જગ્યા મળે છે,
સમય તો મળ્યો' તો મિત્રોને ન આપ્યું,
આજે પણ મિત્રોમાં ત્યાં સપના મળે છે,
ન જાણ્યું ન માણ્યું મિત્રોનાં વહાલને,
વિદાયે મિત્રોનાં જ ખભા મળે છે,
મિત્રોનાં દિલમાં છે સદા પ્રેમ ધારા,
મિત્રોમાં દરિયાનાં હિલોળા મળે છે.