એકલતા
એકલતા
એકલતાના રણમાં ચાલતી જાઉં છું,
સાથ કોઈ ન હોય તો એકલી જાઉં છું.
આખોય રસ્તો સૂમસામ લાગે છે,
અગોચર વનવગડામાં ભમતી જાઉં છું.
ક્યાંકથી આવીને કેડીઓ મળતી હોય છે,
ભાઈ, જવાનું ક્યાં છે ? એ પૂછતી જાઉં છું.
ઝરમરિયા વરસાદમાં પણ ભીની થતી,
મારી કાયાનાં ખાડામાં છબછબતી જાઉં છું.
હવાની લહેરખીઓ ડગાવે અડગ મનને,
તો પણ ચીંધેલ રસ્તાને પડકારતી જાઉં છું.
સામે જ દેખાતું ક્ષિતિજે વાદળું, સૂરજને રોકતું,
સોનેરી સાંજને મારામાં ઢળતી જાઉં છું.
"સખી" સુસવાટાનાં સન્નાટા ઘણાં ભર્યા અહીં,
શ્વાસોના શ્વાસ મહીં મારામાં ઓગળતી જાઉં છું.