Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kuntal Shah

Inspirational

4  

Kuntal Shah

Inspirational

હા, હું એક સ્ત્રી છું..

હા, હું એક સ્ત્રી છું..

1 min
961


હા, હું એક સ્ત્રી છું..


ક્યારેક ખામોશ છું તો કયારેક કલશોર છું,

લોખંડના ત્રાજવે તોલાતી, સોનાની મહોર છું.


જીંદગીના ચાકડે ને સમયના ટપલે ઘડાઉ છું,

હું જ માટી ને હું જ પકવેલી માટલી નક્કોર છું.


રોજ બરોજ કેટ-કેટલા કિરદાર નીભાવું છું,

હું જ રાતની શીતલતા, હું જ ધખતી બપોર છું.


પવનની સાથે ઉડું તો કદીક સામે ઝઝુમું છું,

હું જ પતંગ, હું જ મારી માંજો પાયેલી દોર છું.


કુદરતની જેમ ઉગું છું, ખીલું છું ને ખરું છું,

ઉપવને હું જ ગુલાબ ને હું જ વાડનો થોર છું.


નાજુક વેલ છું, સંભાળ ને આધાર ઝંખુ છું,

બાકી હું જ જૂઈ છું ને હું જ મારો ગુલમહોર છું.


માળો બાંધુ ભલે, આભ આંબવાની હામ રાખું છું,

હું જ બુલબુલ છું, હું જ બાજ ને હું જ ચકોર છું.


મમતા અને ઋજુતાથી ભલે નબળી લાગુ છું,

જરુર પડે, સિંહની ડણક ને તીક્ષ્ણ નહોર છું.



Kuntal Shah


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational