રાત આથમી જશે
રાત આથમી જશે
આથમી ગયો દિવસ;આ રાત આથમી જશે,
થઈ જશે બધું સરસ;આ રાત આથમી જશે.
સૂર્ય પૂર્વમાં ફરી ઊગી જશે નક્કી જ છે,
આથમી જશે તમસ;આ રાત આથમી જશે.
એકધારો સૂર્યને નિહાળવો અશક્ય છે,
તું ચાંદનીનો માર ક્સ;આ રાત આથમી જશે.
દર્દ કે ખુશી મળે એ ખેલ છે નસીબનો,
એ નથી કોઈને વશ;આ રાત આથમી જશે.
પામવા પ્રકાશને આશનો દીવો કરો,
જો વધી જશે તરસ;આ રાત આથમી જશે.
હોય ગમ કે હો ખુશી મજા જ બસ મજા પછી,
જો મળે એ સોમરસ;આ રાત આથમી જશે.
રાત તો વીતી ચુકી બંધ "જય"ના છે નયન,
પાંપણોને કહે કે ખસ;આ રાત આથમી જશે.
