STORYMIRROR

Jayprakash Santoki

Romance

3  

Jayprakash Santoki

Romance

જન્નત ભરી છે આપમાં

જન્નત ભરી છે આપમાં

1 min
524

ચાંદની રંગત ભરી છે આપમાં,

જામની લિજ્જત ભરી છે આપમાં.


જુલ્ફમાં સોનુ, નયનમાં છે રતન,

રૂપની દોલત ભરી છે આપમાં.


તું મળે તો સ્વર્ગને દઉં ઠોકરે,

બસ ખરી જન્નત ભરી છે આપમાં.


આવવાનું કહી અને આવો નહી,

એક જૂઠી આદત ભરી છે આપમાં.


કોઈ તરસ્યાને મળે જળ, રણ મહીં,

એટલી રાહત ભરી છે આપમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance