STORYMIRROR

Jayprakash Santoki

Others

4  

Jayprakash Santoki

Others

સાગર લાગે ગાગર

સાગર લાગે ગાગર

1 min
156

પૃથ્વી આખી પનિહારી છે, સાગર લાગે ગાગર,

કેવી એણે શણગારી છે ? સાગર લાગે ગાગર.


નાની મોટી વહેતી નદીઓ એ ઝુલ્ફોની લટ છે,

ઊંડા ઊંડા સરવરયાના નયનો બહુ નટખટ છે.


ગાલ ગણો જો મેદાનો ને તો નાક બન્યો ડુંગર,

ખીણ બની ગાલોનું ખંજન રૂપ બનાવે સુંદર.


પંખીનો કલશોર નથી છે ઝાંઝરનો ઝણકારો,

ઝાડ ઘરેણાં છે એના ને સજ્યા છે શણગારો.


લીલી લીલી હરિયાળીની પહેરી એણે સાડી,

રૂપ જુઓ તો લાગે એ શણગાર સજેલી લાડી.


ગોઠવણી તો બહુ સારી છે, સાગર લાગે ગાગર,

પૃથ્વી જાણે પનિહારી છે, સાગર લાગે ગાગર.


Rate this content
Log in