STORYMIRROR

Jayprakash Santoki

Inspirational

2  

Jayprakash Santoki

Inspirational

દોસ્તની વ્યાખ્યા

દોસ્તની વ્યાખ્યા

1 min
492


દોષ તારા ઓળખે એ દોસ્ત છે,

દોષ તો પણ ના જુએ એ દોસ્ત છે.


જે કદી માંગે નહીં કંઈ, છીનવે,

આપતા પણ ના ગણે એ દોસ્ત છે.


દુશ્મનો ક્યાં લડે છે આટલા?

વાતે વાતે લડે એ દોસ્ત છે.


દર્દનાં દિવસો મળે ત્યારે તને,

જેમનો ખભો ગમે એ દોસ્ત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational