STORYMIRROR

Jayprakash Santoki

Inspirational Others

4  

Jayprakash Santoki

Inspirational Others

આ જિંદગી તો ચેસ છે

આ જિંદગી તો ચેસ છે

1 min
336

રોજ મોટી રેસ છે, આ જિંદગી તો ચેસ છે,

દોડ છે ને ઠેસ છે, આ જિંદગી તો ચેસ છે.


છે ખજાનો દર્દ પીડા યાતના તકલીફનો,

કોક દાડો એસ છે, આ જીંદગી તો ચેસ છે.


બે જ લીટીમાં કહી દઉં ? જિંદગી નાની અને,

ખૂબ જાજા વેશ છે, આ જિંદગી તો ચેસ છે.


એક તારી બાદબાકી જો કરી દઉં બે ઘડી,

તો વધે ક્યાં શેષ છે, આ જિંદગી તો ચેસ છે.


હાર પામો જીત પામો પણ સતત રમ્યા કરો,

એટલો સંદેશ છે, આ જિંદગી તો ચેસ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational