STORYMIRROR

Jayprakash Santoki

Fantasy Thriller

4  

Jayprakash Santoki

Fantasy Thriller

ગઝલ - સમય

ગઝલ - સમય

1 min
613

આરામ ક્યાં કરે છે દોડયા કરે સમય,

અંકુર નિત નવાઓ કોળ્યા કરે સમય,


શાકી બની કસુંબો ઘોળ્યા કરે સમય,

ને એ જ જામ પાછો ઢોળ્યા કરે સમય.


કાતર બનીને કાપે વાસી થયેલ પળ,

ગુંદર બની નવી પળ જોડયા કરે સમય.


આપે છે રોજ સપના સૌને નવા નવા,

ને કેટલાય સપના તોડયા કરે સમય.


ફુગ્ગાને ખૂબ ફુલાવે પહેલા ભરી હવા,

મારીને ટાંકણી એક ફોડ્યાં કરે સમય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy