ઊંચી ઉડાન
ઊંચી ઉડાન
જિંદગી ચાલ તને નવો અવતાર આપું;
મનગમતા સોનેરી સપનાંઓનો તને શણગાર આપું,
પંખીની પાંખે તને ઊંચી ઉડાન આપું;
જિંદગીના કઠિન બિંદુઓનો તને પડકાર આપું,
મીઠા સંગીતના સૂરોનો તને રણકાર આપું;
સમસ્યાઓ સામે લડવાનો તને આવકાર આપું,
વરસતા વરસાદમાં મોરલાનો તને ટહુકાર આપું;
સતત વહેતા ઝરણાંનો તને ઝણકાર આપું,
બંધનોથી મુક્ત વગડાનો તને શ્વાસ આપું;
નવીન ઊર્જાથી ભરેલો તને ધબકાર આપું.
