ધબકારો
ધબકારો
ખટ્ટ - મીઠી યાદોનો સહારો હતો,
એમાં જ જિંદગીનો ગુજારો હતો,
નશીલી આંખોનો ઈશારો હતો,
એમાં જ સૌંદર્યનો નજારો હતો,
પ્રેમભરી ચાહતનો દિવાનો હતો,
એમાં જ જીવતરનો સથવારો હતો,
હસતાં ચહેરાનો આશરો હતો,
એમાં જ ખુશીઓનો ખજાનો હતો,
વિતાવેલી ક્ષણોનો ભંડારો હતો,
એમાં જ સંભારણાનો ધબકારો હતો.

