રાખડી
રાખડી
1 min
340
વીરાની લાડકી બેની,
બાંધે છે રૂડી રાખડી.
ભોળા ભાવે બેની,
બાંધે છે હેતની રાખડી.
કુમકુમ તિલક કરી,
ભાલે રે ચોખા લગાડતી.
હસતું મુખડું રાખી,
હાથેથી રે ઓવારણાં ઉતારતી.
મોં મીઠું કરાવતી,
હૈયે રે હરખથી હરખાતી.
અંતરના આશિષ દેતી,
સ્નેહથી રે ભીંજાતી આંખલડી.
બેનીની રક્ષા કાજે,
સાથે રે સદૈવ રહેજે.
ભાઈ - બહેનનું પર્વ,
પ્રેમે રે અતૂટ નિભાવજે.
