Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bharat Thacker

Inspirational

4.5  

Bharat Thacker

Inspirational

અતિરેકનું ઝેર

અતિરેકનું ઝેર

1 min
474


અતિની કોઈ ગતિ નથી, છતા ચારે બાજુ અતિરેકની ભરમાર છે,

અતિરેકની આપો ધાપી બને પોતા ઉપર જ અત્યાચાર છે.

 

સહુથી વધુ દોડ માનવ જાત કરતી હોય છે પૈસા પાછળ,

અતિ પૈસામાં નથી શાંતી, જીવન છે, આ થોડો વેપાર છે ?

 

થોડા પૈસા થઈ જાય ભેગા તો પછી વલખે છે પ્રતિષ્ઠા માટે,

પહેચાન માટેના વલખાં છે વાંઝણા, આખરે તો અગ્નિસંસ્કાર છે.

 

બધાને ખબર છે કે જરૂર કરતા વધુ બની રહે છે જિંદગીનું ઝેર,

બધુ જ જીતી લેવાની હાય વોયમાં સમાયેલી હાર છે.

 

જો અતિ પામવાની લાલસા ન હોય તો જિંદગી બની રહે છે સરળ,

બાકી કીડીને કણ અને હાથીને મણ માટે તો કુદરતનો તકેદાર છે.

 

થોડા માં છે ઘણું એ સમજાય ત્યારે ખુબ જ થઈ ગયું હોય છે મોડું,

સંતોષ આવે જિંદગીમાં અને પછી ખુલે સુખના દ્વાર છે.

 

જે લોકોને કદાચ થઈ ગયું હોય થોડું ઘણું ભેગું,

તે વળે ભગવાન તરફ, ખાલી થવામાં સાર છે.


Rate this content
Log in