Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Inspirational Others

4  

ચૈતન્ય જોષી

Inspirational Others

મારા હાથની વાત છે

મારા હાથની વાત છે

1 min
287


સારું કોઈ બોલે ન બોલે, મીઠું બોલવું મારા હાથની વાત છે,

ગુણો કોઈ તોલે ન તોલે, સારું તોલવું મારા હાથની વાત છે,


શક્ય છે કે દુનિયા સારું કામ કરનારને પણ બદનામ કરનારી,

કોઈ ભેદ ખોલે ન ખોલે, સારું ખોલવું મારા હાથની વાત છે,


એકને પણ શૂન્ય નહીં ૠણ ગણાવે એવું છે આ જગ સદાયે,

કોઈ મોલે કે પછી ના મોલે, સાચું મૂલવવું મારા હાથની વાત છે,


કોઈનું બગાડનાર કદી સ્વપ્નમાં પણ સુખ નથી પામતો ક્યાંય,

કોઈ ભૂલે ના પછી ના ભૂલે, ખોટું ભૂલવું મારા હાથની વાત છે,


આત્માને દૂભવવા જેવું એકેય પાપ નથી આ સંસારસાગરમાં,

અંતરદ્વાર ખૂલે કે ના ખૂલે, મારે ખોલવું મારા હાથની વાત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational