વિજોગણ
વિજોગણ
મને એકલી મૂકીને તમે ક્યાં ચાલ્યાં કા'ન,
હું તો ઝૂરી મરું તમારાં પ્રેમમાં.
પ્રેમ વિજોગણ બની ફરું વન વનમાં કા'ન,
કયાંય શોધી ન શકું જીવનમાં... હું તો....
દીધાં કોલ તમે પાળજો હો કા'ન,
રાહ જુએ વિજોગણ તમારાં પ્રેમમાં ....હું તો.....
વિરહી વેદનાને આંસુઓનો સાથ કા'ન,
મારું મનડું રૂએ છે તમારાં પ્રેમમાં... હું તો....
આ તો જોગ સંજોગ સાથે આવ્યા હો કા'ન,
મારું મનડું મલકે છે તમારાં પ્રેમમાં... હું તો...
મારી આટલી વિનંતી સૂણજો હો કા'ન,
"સખી" ના રુદિયાને રાખજો તમારાં પ્રેમમાં.. હું તો.
