આ રાખડી
આ રાખડી
પકડી હું રાખડી, જોતી મારી આંખડી,
આંખે નેજવું કરી વીરાની આ રાખડી,
મને મૂકીને જઈ અનંતની સફરે,
કોને બાંધુ ? તારા વગર આ રાખડી ?
મન મારું રુએ, દિલ મારું ધડકે,
શ્વાસોના શ્વાસે ગૂંથાયેલી આ રાખડી,
યાદોની મહેફિલમાં આવીને બેસતો,
હવે સપનામાં બાંધી તને આ રાખડી,
બબ્બે વીરાની બેનડીની આંખો વરસે,
ને વરસાવે વેદનાની હેલી આ રાખડી,
મારાં અંતરની વાત જાણીને તું,
બંધાવજે કોઈ અપ્સરા પાસે આ રાખડી,
"સખી" નાં દિલની વાત બધી તું જાણતો,
આજ સૂનાં મારાં આંગણાં ને આ રાખડી.
