કાશ!મને પણ એક છુટ્ટી મળે
કાશ!મને પણ એક છુટ્ટી મળે
એકાદ દિવસ મળે જો રસોડામાંથી રજા,
તો મારે પણ કરવી છે કુદરતના સાનિધ્યમાં મજા,
મળે જો જવાબદારીમાંથી મુક્તિ,
તો વાર્તાઓ લખવા ઘણી છે મારી પાસે યુક્તિ,
ઊતરે જો જવાબદારીનો બોજ,
તો મારે પણ દરિયા કિનારે કરવી મોજ !
પણ મને આવી ફુરસદ ક્યાં મળે છે રોજ ?
હું તો મારા શોખ દફનાવીને જીવું છું દરરોજ,
મળી જાય જો મને એક છુટ્ટીનો દિવસ !
મારે પણ બનવું કોઈની અંધારી રાત્રિનું ફાનસ !
મળી જાય મને એક દિવસ એવો કાશ !
તો ગઝલ લખી શકું એવા મારી પાસે પણ છે પ્રાસ !
કાશ મને મળે વિકમાં એકવાર છુટ્ટી !
તો હું પણ સફળતા મેળવી લઉં મસમોટી.
