યાદો
યાદો
યાદો કેવી તે તાજી થઈ,
ભીની આંખો પણ થીજી ગઈ,
વરસાદી મોસમ એ ગરજીના,
આંખોથી છલકી પણ સમજી નઈ,
સતાવતી કયાંક ખૂણે બેઠી,
વીજળીના કડાકે ગાજી ગઈ,
દિલની કેટલીય ઊર્મિઓ હલાવી,
વિસરાયેલી લાગણીઓ તરો-તાજી થઈ,
છેતરાઈ ગઈ વરસાદી ઝાપટાં જેવી,
લાગણીભરી બઘી યાદો ચીમળાઈ ગઈ.