હવે બસ
હવે બસ


નાહક અમસ્તું કરે છે, તારા જીવ ને દુઃખી,
જનાર પાછા આવતા નથી, હવે બસ !
સુખદુઃખથી જ, ચાલે છે જીવનચક્ર,
રડવાનું બંધ કર અને ઉભો થા, હવે બસ !
મારું જીવન તેના વગર કેમ ચાલશે ?
કરી તો જો ! ડોકિયું દુનિયાનાં દુઃખોમાં, હવે બસ !
પ્રેમતો રહેશે જ, બિરાજમાન હ્રદયમાં,
ના શોધીશ તારી દિનચર્યામાં, હવે બસ !
જીવનને જીવીલે આનંદ કિલ્લોલથી,
મક્કમ કર મનને, જનાર કયારેય નહિ મળે, હવે બસ !
ઉતારી લે કૃષ્ણને, જીવનમાં સારીરીતે,
કર ચયન ગીતાનાં પાઠનું, હવે બસ !