પ્રેમ
પ્રેમ
સાચો જાદુ તો પ્રેમમાં છે,
હાથથી થતી ચાલાકીમાં નથી.
હ્રદયમાં ધડકતી ઉર્મિમાંઓમાં છે,
આંખોનાં આકર્ષણમાં નથી.
જીવનભર સાથ આપવામાં છે,
હાથમાં હાથ રાખવાથી નથી.
સદાય દિલનાં ખુણે હાજર હોય છે,
પલભરમાં ગાયબ થાય એ જાદુ નથી.
ગુલાબની જેમ સાચવામાં છે,
ગુલાબ આપીને જતાવવામાં નથી.

