ડાયરી
ડાયરી


ડાયરી જર્જરીત થઈ પડી હતી,
શબ્દો દેખાવમાં હજી તાજા હતા,
શબ્દો ચેકચાકથી છૂપાયેલા હતા,
તોય દિલનાં દરવાજે દસ્તક દેતા હતા,
હવા સાથે ના ઊડી શકતા પન્ના,
સૂકા ગુલાબને સાચવતા હતા,
સ્હેજ સુવાસ ના બચી હતી એમાં,
તોય એ સૂકું ગુલાબ ડોકિયા કરતું હતું,
હૃદય ધબકે મારું રાધા જેવું પણ,
કૃષ્ણની જેમ જીવન જીવી હતી,
અંતિમ સમયની અંતિમ યાદો હતી,
અંતિમ પાનમાં એ અંતિમ ક્ષણ હતી.