દૂરથી
દૂરથી
દૂરથી જોઈને જીવી લઈશું,
યાદ સાથે જરા સ્મરી લઈશું,
લાગણીમાં નથી ફસાવું પળ,
ખપ પડે તેમ સાચવી લઈશું,
લાગશે પણ સમય વિકટ દિલને,
જિંદગીમાં બધું સહી લઈશું,
કૃષ્ણની પણ હશે જ ઈચ્છા એ,
માર્ગદર્શક હરિ ગણી લઈશું,
થાય ના પાર જો કસોટી તો,
પાંગળું કર્મ છે ધરી લઈશું.