પૂજ્યા છે
પૂજ્યા છે
ખૂબ પડ્યો વરસાદ પછી, આ પર્વતો દૂઝ્યા છે,
ઠેસે ચઢ્યા છે એ જ, જે પથ્થર મેં પૂજ્યા છે,
જીવનની ઘટમાળ રહી છે સઘળે એક સમી,
જીવન પછી મૃત્યુ જાણે, છતાં સૌ ધ્રૂજ્યા છે,
શોધતા ફરતી જેમને, આંખો સફેદ ઉજાસમાં,
પણ મને એ સંધ્યાની લાલિમામાં સૂઝયા છે,
સ્વર્ગરૂપી સુખ મળ્યું ને સૌંદર્યવાન જીવન થયું,
ઘરમાં રહેતા ઈશ્વરને, મેં જ્યારથી પૂજ્યા છે,
પ્રતીક્ષા જીવનભર કરી એ અંતે ફળી છતાંય,
જેની રાહે આંખ રડી, એ જ આંખે ખૂંચ્યા છે,
જીવન સઘળું વ્યર્થ છે, એમની વિનાનું 'યાદ',
જીવનભર જેણે મારા, વહેતા આંસુ લૂછ્યા છે.
