વિયોગમાં
વિયોગમાં
વાત જ્યાં આવે વિયોગની મઝધારે
સહી ન જાય જિંદગીને આમ મજધારે
જોયા હતા જ્યાં સ્વપ્ન એકમેકના સાથમાં
એ તુટી આભ ફાટયા રે એકાએક જીવનમાં
આવે મુશ્કેલી નાની કે મોટી રાહમાં
સંગાથ મળી લડી લેતા અમે બાથમાં
આતો વિયોગની દોહ્યલી છે રાત
જેમાં હોય નહી સપનાની વાત
કેમ કરીને વિતશે આ દિન એકાંતમાં
તારી મીઠી યાદ તડપાવે મને યાદમાં
