બાની પુણ્યતિથિ
બાની પુણ્યતિથિ
આજે બાની પુણ્યતિથિ છે.
બાપુજીની તિથિએ ચોકલેટ વહેંચી,
આઈસ્ક્રીમની પાર્ટી કરી હતી ,
બાની તિથિએ શું વહેંચવું ?
નવી સાડી બાએે માંગી નહિ ક્યારેય,
ખાવાના મોજશોખ ન રાખ્યા ક્યારેય,
બાની તિથિએ શું કરવું ?
રસોઈ કરી ભાવથી, કપડાં ધોયાં,
અમને સાચવ્યાં, ભણાવ્યાં,
બાની તિથિએ શું કરવું ?
મેણાં -ટોણાં સહ્યાં, ને દુઃખ સહ્યાં,
મનની મનમાં રાખીને આશીર્વાદ વહેંચ્યા,
બાની તિથિએ હવે સાંભર્યું, શું કરવું ?
આશીર્વાદ, વ્હાલ ને સહનશીલતા,
વહેલાં ઉઠીને લેવું પ્રભુનું નામ,
જતું કરવાની ને હસી કાઢવાની ક્ષમતા,
જે બાએ શીખવ્યું તે હવે હું સૌને શીખવું !
એ જ સાચી ઉજવણી, બાની પુણ્યતિથિની ..
