STORYMIRROR

BINAL PATEL

Tragedy

3  

BINAL PATEL

Tragedy

સંબંધ આ પ્રેમનો

સંબંધ આ પ્રેમનો

1 min
297

વાત-વાતમાં માલ હોય છે,

આ પ્રેમની વાત તો બસ કમાલ હોય છે,


કૃષ્ણની પ્રેમકહાનીમાં અંતરમનની સુવાસ હોય છે,

આ કળિયુગમાં તો પ્રેમને શરીરની જ પ્યાસ હોય છે,


કવિ-લેખકોનું પણ કહેવું પડે સાહેબ!

કુદરતને પ્રેમ સાથે એવી તે વીંટે કે,

સૂરજ-ચંદ્રને પણ પોતાના પર ઊંડું માન હોય છે,


પ્રેમની પરિભાષા ને જાણે આધુનિક ટેક્નોલોજીનો રંગ લાગ્યો,

સમય સાથે પળમાં રંગ બદલતી હોય છે,


પ્રેમને તો કાનુડાએ સમર્પણ, શાંતિ અને સ્વીકારની પરિભાષા આપી છે,

પ્રેમમાં તો જીવન અને સમય બધું જ સોનામાં સુંગંધ જેવું લાગવું જોઈએ,


દિવસ-રાત બસ સુકુનનો શ્વાસ આવવો જોઈએ,

પણ દોસ્ત ક્યાંથી આવે?


ક્યાંથી આવે એ સુકુન અને એ શાંતિ? 

ક્યાં મળે એ નિઃસ્વાર્થ પ્રેમનું પ્રતિબિંબ?


દુનિયા આખી રોબોર્ટની થઇ,

કમ્પ્યુટર ને ટેક્નોલોજીમાં ખોવાતી થઇ,


ઊંચા બાંગ્લા ને મોંઘી ગાડીઓની થઇ,

આ ટેક્નોલોજીના યુગમાં પ્રેમની તો આખી શકલ જ બદલાઈ ગઈ,


સ્વાર્થની દુનિયામાં બસ પ્રેમની રમત રમાઈ ગઈ,

સાચા પ્રેમની તલાશમાં ને સાચો પ્રેમ કરવામાં બસ આખી જિંદગી જીવાઈ ગઈ !



Rate this content
Log in

Similar gujarati poem from Tragedy