રૂડી રાખડી
રૂડી રાખડી


શ્રાવણ આવે ને તહેવારોની શરૂઆત હોય,
એમાંય મને હંમેશા ‘રક્ષાબંધન’ની જ વાટ હોય,
ભાઈને રાખડી બાંધવી એ જ હરખની વાત હોય,
સમયાંતરે મોટાં થ્યાં છતાં પ્રેમ અપરંપાર હોય,
ભાઈને રાખડી બાંધનાર બેનની જ આશા હોય,
બહેન પરદેશી હોય તો ટપાલની જ રાહ હોય,
કાગળ સાથે મળેલી રાખડીમાં હૈયાવરાળ હોય,
ભાઈ બોલે નહિ પણ એકાંતમાં આંખડી ભીની જ હોય,
પોતાનાં હાથે રાખડી ન બાંધ્યાનો ઘણો વસવસો હોય,
એમાં આજનાં જમાનામાં વિડિઓ કૉલથી થોડો સંતોષ હોય,
આજીવન આ પ્રેમને અકબંધ રાખવાની જ વાત હોય,
ભાઈ-બહેનનો નિઃસ્વાર્થ અને પ્રેમાળ આ સંબંધ હોય.