નૂતન વર્ષાઅભિનંદન
નૂતન વર્ષાઅભિનંદન
‘અમૂલ્ય એવાં સમયે આજ સોનેરી સૂરજ ઉગાડ્યો છે,
વીતેલાં વર્ષને આવજો કહી, નવા વર્ષને આવકાર્યો છે.
તન-મન-ધનથી પવિત્ર બની આજે ઘરમંદિરમાં દીપ પ્રગટાવ્યો છે,
અંતરમનના પ્રકાશે આજ આપણા સહુમાં ઉત્સાહ પ્રસરાવ્યો છે,
આસોપાલવનાં તોરણ બાંધી આજ ઉંબરો રંગોથી સજાવ્યો છે,
આ તહેવાર પરિવારજનો સંગ ઉત્સાહ ને ઉમંગ લઈ આવ્યો છે,
સમગ્ર વિશ્વના કલ્યાણ અર્થે અમે પ્રાર્થનાનો દીપ પ્રગટાવ્યો છે,
સંપે રહે હર કુટુંબ, અસત્યને સત્યની જ્યોતે દીપાવ્યો છે.