BINAL PATEL

Inspirational

3  

BINAL PATEL

Inspirational

નવલી નવરાત્રી

નવલી નવરાત્રી

1 min
148


આ તહેવારોની હારમાળા ચાલી રે લોલ,

માતાજીની પધરામણી ચોકમાં આવી રે લોલ,

ઝગમગ દીવડે શણગારી અમે શેરીઓ રે લોલ,


રુમઝુમ માંડવે આવીને રમે મારી અંબા રે લોલ,

પૂજા મા થાય તારી નવરાત ને જગત-જનનીની આરતી રે લોલ,

બાળ તારા રીઝવે નતમસ્તકે કર જોડી રે લોલ,


ભાઈયુ રમે ગરબી ને નાર ગાય તારો ગરબો રે લોલ,

આશિષ સહુને દેજે, ખમ્માયું કરજે, શરણે તું બાલુડાંને લેજે રે લોલ,

માડી ગબ્બર ગોખ વાળી દેવી દયાળી તું દુઃખડાં હરજે રે લોલ..


Rate this content
Log in