મન કહે છે કે
મન કહે છે કે


'ભ્રમિત માનવીને સાચા સમયે એક ખરા મારગની જરૂર છે,
કેટ-કેટલું સમજવું છતાં મન નાશવંત જીવમાં મગરૂર છે.
આમ જોઈએ તો એકલતાં અને એકાંતમાં નજીવો તફાવત છે,
ખુદની સાથે એક અતૂટ સંબંધ બાંધી જીવીએ એમાં જ જમાવટ છે.
રાતનો આ અંધકાર સમુદ્ર કિનારે કેટલો અકલ્પનિય દેખાય છે !
ક્ષિતિજ સુધી વહેલું પાણી, એક ઊંડા શ્વાસ સાથે અંતરમાં સમાય છે.
આજીવન એક સંઘર્ષ કરતો મનુષ્ય, અસત્યનાં અંધકારમાં સંતાય છે,
સઘળું જાણવા છતાં, કોણ જાણે કેમ આ સંસારની માયાજાળમાં ફસાય છે !
જાણતાં-અજાણતાં ક્યાંક અપશબ્દોના ઉચ્ચારણથી એકબીજાનાં મનડાં અચૂક દુભાય છે,
સત્યને હંમેશા શબ્દોથી ન તોળી, હોઠે જરા મૌન ધારણ કરી પણ કિરદાર ભજવાય છે.'