પ્રેમવર્ષા
પ્રેમવર્ષા


'કાગડોળે વાટડી જોવે માણું, હાવેય અધીરા કેવા !
ઝીણી આંખ્યે મોરલાં, નભ ભણી જોઈ તરસે એવા,
આભે વાદળ ગરજે કડાકે, જો ને ઝૂંડમાં ઘેરાયા કેવા !
ઘણા દૂર, કાળા ડિબાંગ જાણે મોટા-મોટા જાંબુડા જેવા,
પૂછે વરસાદી ટીપાં, કેમ અમે આટલા મોંઘા ને કોનાં જેવા ?
કહે કવિ, ખેડૂતનાં પહેલાં દીકરા ને એક ઘડીનાં શ્વાસ જેવા,
કાળઝાળ આ ગરમીને માથે વરસાદી છાંટા ટાઢક જેવા.'