હું છું નારી
હું છું નારી
હા, છું હું એક સ્ત્રી, અબળા કે નારી,
હું આમ જ હિંમત નહીં જાઉં હારી,
મંજૂર છે પરિવારની સઘળી જવાબદારી,
પણ મારા સપનાંઓ પર ન ચલાવો આરી,
ધબકતું, લાગણીશીલ હૃદય છે મારી ભીતર,
ન ચૂપ કરાવો ગુંજતા મારી અપેક્ષાનાં ગીત,
માત્ર ઘરેણાં લાદી નથી શોભાવું મારે દેહ,
માન સન્માન વિના, એ લાગે મને છેહ,
મંદિરમાં મા દુર્ગાને શીશ નમાવી પૂજે,
ને ઘરની સ્ત્રી અપમાને ખૂણે આંસુ લૂછે,
પરિવાર, નોકરી, સમજ સૌ પ્રેમથી નિભાવતી,
સ્ત્રી પોતાની સાથે થોડું જીવવા માંગતી.
