STORYMIRROR

THE KAVI ✍️🕊️

Inspirational Others

3  

THE KAVI ✍️🕊️

Inspirational Others

હે માનવ

હે માનવ

1 min
186

હે માનવ કેવી તારી માનવતા 

પોતાના પેટના ખાડા ને પૂરવા

છીનવી તે મૂંગા પ્રાણીઓની સ્વતંત્રતા,


ક્યાંક બિચારા થાકીને આવતા 

શોધવા મથતા રોજ ખાવાનું એ ઘનઘોર જંગલમાં છતાંય આવીને ના દેખાયું એમને 

છતની પણ વ્યવસ્થા..

એ માનવી આ તો કેવી તારી માનવતા..


જે વૃક્ષ આપે છાયડો ઉનાળામાં

જે આપે કૂણો તડકો શિયાળામાં

વરસતા વરસાદના પાણીથી જે બચાવે

એ જ વૃક્ષને કાપી તું ખુદને જ કેમ સજા દે ?


ક્યાંક ભૂખ્યા તરસ્યા એ પ્રાણીઓના બચ્ચાં

રાહ જોતા રહ્યા એમના માત પિતાના આવવવાના રસ્તા...

થાકીને બેસે તો બેસે ક્યા એ નાનકડા ભાલુડા ?

માનવી બની ને કાપી નાખ્યાં તે વૃક્ષોના એ મોટા મોટા કટકા..


રડતું રખડતું આવે હર એક પ્રાણી એ જંગલમાં

ના પીવાને પાણી મળે ના બેસવાને છાયડો

ભૂખ્યું તરસ્યું બિચારું નાનકડું ભૂલકુ

બેસી જાય મળે જ્યાં જગ્યા વગર કોઈ ટેકે..

હે માનવ આ તો કેવી તારી માનવતા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational