અવકાશ
અવકાશ
મને અવકાશ થવું ગમે
જ્યાં હવાને પણ સ્થાન મળે
જ્યાંની વસ્તી પણ આકાશમાં ફરે
જ્યાં બધું જ શૂન્યવકાશમાં રહે
એટલે જ મને અવકાશ થવું ગમે !
જ્યાં ના કોઈ વાતો ના કોઈ દર્દો હોય
જ્યાં હું તું અને બસ આપનો એક પરિવાર હોય
જ્યાં ખાલી ખિસ્સે પણ હવામાં તરતા ફરાય
જ્યાં સિક્કા બધાય સરર સરર સરકાય..
એટલે જ મને અવકાશ થવું ગમે !
જ્યાં ના પેટ્રોલનાં ભાવ વધે
જ્યાં ના કોઈ ના શેર વેચાય
જ્યાં ના પૂનમ અમાસ આવે
જ્યાં બારેમાસ ખાલી હવા વેચાય
એટલે જ મને અવકાશ થવું ગમે !
જ્યાં પાણીની ના અછત વર્તાય
જય એસી અને બરફ મફતના ભાવે વેચાય
જ્યાં ઈચ્છાઓનું વાવેતર થાય
જ્યાં પ્રેમની અલગ પરિભાષા સમજાય
એટલે જ મને અવકાશમાં જવાનું થાય !
જ્યાં ના કોઈ શેઠ દેખાય
જ્યાં દરેક જન મોજે મોજમાં જણાય
જ્યાં ના કોઈ નોકર અને ના કોઈ બાઈ રખાય
જ્યાં બધા જ કામ એકબીજામાં વહેચાય
એટલે જ મને અવકાશમાં જવાનું થાય !
જ્યાં ના કોઈ જનમ થાય
જ્યાં ના કોઈ ના મરણ થાય
જ્યાં વાર તહેવાર મનાવાય
એવા માં કય બધા સાથે અવાય ?
જ્યાં લાગણીઓની આપ લે થાય
જ્યાં સફળતાની તમારી કદર થાય
જ્યાં ભૂતકાળ ભૂલીને વર્તમાન જીવાય
એટલે જ મને અવકાશમાં જવાનું થાય
મને અવકાશમાં જવાનું થાય !
