STORYMIRROR

THE KAVI ✍️🕊️

Others

4  

THE KAVI ✍️🕊️

Others

અતૂટ બંધન

અતૂટ બંધન

1 min
255

લગ્ન એ કોઈ તાત્કાલિક કરેલો પ્રેમ નથી

લગ્ન એટલે એક એવી વ્યક્તિ જોડેનું બંધાણ કે

જેનો અંધારામાં પણ સાથ હોય

દરેક મુસીબતોમાં આપણી પાસ હોય


જે કોઈના કહેવાથી નહિ પણ આપણને સમજીને પ્રેમ આપે

જેની શરૂઆત શરમથી થાય અને અંત વ્હાલથી થાય

જેમાં નિસ્વાર્થ સ્વભાવ હોય

જ્યાં એકના ગુસ્સાની સામે બીજાનો અઢળક પ્રેમ હોય


જ્યાં એકને દર્દ હોય તો બીજાની હિમ્મત હોય

જ્યાં મારું અને તારું નહિ પણ જે હોય એ આપણું હોય

જ્યાં એકબીજાની કાળજી રાખવામાં આવે

જ્યાં એકબીજાને સમજીને ચાહવામાં આવે


યુવાન હોય કે વૃદ્ધ છતાં પ્રેમને વહેચવામાં આવે

જ્યાં ઉંમરને કોઈ સ્થાન ન હોય

જ્યાં લાગણી હૂફ અપાર હોય..

જ્યાં પ્રેમને દર્શાવવા કોઈ સમય ને સીમા ના હોય 


જ્યાં એકબીજાની ટીકા નહિ ચિંતા અને કાળજી અપાર હોય

લગ્નજીવન એટલે વૃદ્ધાવસ્થામાં લાકડીનો ટેકો બનનાર

એકબીજાની હૂફ બનનાર એકબીજાનો સહારો બનનાર

જ્યાં શરીરથી અલગ પણ આત્મા એક હોય


Rate this content
Log in