એકલતા
એકલતા
જ્યારે હતી એકલતા સાથે ત્યારે હતો એક તું જ સહારો
ધગધગતા તાપમાં હતો તારો પડછાયો
વરસતા વરસાદમાં તું બન્યો સહારો
છતાં એક્લવાયો રહ્યો હું
કોઈ ના હતું જ્યારે પાસે
ત્યારે હતી વાતો તારી મારી સાથે
ગુલાબી ઠંડીમાં ઝાકળરૂપી તું વરસતો
છતાં એક્લવાયો રહ્યો હું
મળ્યો સાથ આજે કેટલાક મિત્રોનો
છતાંય નથી એ વસવાસ એ જમાનાનો
જેનું કર્યું ભરણ પોષણ વહેલી સવારે ઊઠીને
આજે એનો જ લીધો અંશ ભણવા માટે
ખબર ના હતી કે આ રીતે ચૂકવવી પડશે
એ નારાજ થયાની સજા
જ્યારે ખર્યા ના હતા પાનખર ના પાન અને
વસંતમાં ફૂલ,ભોગવી આજે એકલો થયો અહી હું
શરૂઆત એકલતાથી થઈ હતી એ સમયે
આજે મળ્યા છતાં એક્લવાયો અનુભવું છું
સજા ભોગવી મારી હું મનમાં ને મનમાં કેટલો અટવાયો છું
મળ્યો છે આજે સાથ નાના મોટા દરેક નોછતાંય એક્લવાયો રહ્યો હું
