STORYMIRROR

THE KAVI ✍️🕊️

Inspirational Others

3  

THE KAVI ✍️🕊️

Inspirational Others

ગલી કહો કે સોસાયટી

ગલી કહો કે સોસાયટી

1 min
149

જ્યાં શુદ્ધ હવાની સાથે નિ:સ્વાર્થ પ્રેમ મળે છે

જ્યાં એકબીજાનો કદર કરાય છે જ્યાં કોઈની કમી ઓછી વર્તાય છે,

જ્યાં એકબીજાને આશ્વાસન અપાય છે,


જ્યારે શહેરમાં કોઈની આશા નથી રખાતી

જ્યાં જાતે જ બધું કરાય છે

રૂપિયા આપવા છતાં પ્રેમ નથી ખરીદાતો

એવા શહેરમાં દરરોજ કેટલાક જૂઠા વચન અપાય છે,


જ્યાં બીમાર કોઈ હોય દવાખાને આખું ગામ દેખાય છે

જ્યાં કોઈનું ખોટું થતું હોય તો સો ઊભા થાય

કોઈની મદદ માટે દરેક મક્કમ મને આગળ હોય,


જ્યારે શહેરમાં સ્પર્ધા માટે બધા તૈયાર હોય

જ્યાં કોઈની ટીકા કરવામાં સાથ આપવામાં આવે

જ્યાં કોઈ આગળ વધે એને પાછો ધકેલવામાં આવે,

ગામડું એટલે એવું ઘર જઈ બધા પોતાના જ લાગે જ્યારે શહેરમાં પોતાના પણ પારકા લાગે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational