રહેવું પડે
રહેવું પડે
કોઈક અમીર તો કોઈક ગરીબને અહી રેહવું પડે
ક્યારેક થોડુંક સુખ પછી ઘણું બધું દુઃખ અહી સેહવું પડે
એક જેવી સીધી જિંદગી અહી નથી ચાલતી
જેમ ગાડી ના પૈડાં પંચર થાય તેમ
ખુશીયોનુ પણ એક દિવસ રિપ્લેસમેન્ટ કરવું પડે
વ્યક્તિને જીવવા માટે સતત એકબીજા સાથેનુ
કોમ્યુનિકેશન રાખવું પડે
અહી દરેક વ્યક્તિને સતત પેટ્રોલની જેમ
ભોજનરૂપી વસાણું આપવું પડે છે
ગાડીને મંજિલ સુધી પોહચવા
પેટ્રોલનુ ભરણપોષણ આપવું પડે
એમ જીવનની મંજિલ સુધી પોહચવા સતત રૂપિયાનું
અને ખોરાકનું ઇંધણ પૂરવું પડે છે
હસતા રડતા જીવન જીવાય જાય છે અહી
છતાં સતત ફરિયાદો રૂપી અરજી
પાછલા પાને નોંધાયા કરે છે
માનવી અહી કમાય જેટલું એના કરતાં
બમણું ભેગુ કરતો જાય છે
જેથી અમીર છે એ વધુ અમીર થાય છે અને
જે ગરીબ છે એ ગરીબ જ રહે છે
