મોટુ પતલું
મોટુ પતલું
એક શરીરે મોટી તો એક ઉમ્રમાં મોટી
મિત્રતા એવી અમારી કે લાગે સૌને અનોખી
એક બોલવા મોટી તો એક સાંભળવામાં મોટી
સ્વભાવ અમારો એવો કે લાગે સૌને મીઠો
મોટી ખાવામાં માપની તો પતલું ખાવામાં
માપ વગરની છતાંય દિવસે દિવસે મોટી
વધારે જ મોટી થાય અને પતલું બિચારું ઓગડતું જાય
મિત્રતા એવી જેમાં એક માપનું જ રહેતું જાય
આવે વારો ઉપવાસનો મોટી નકારે પીઝાને નાસ્તાઓ
એ જ સમયે પતલું લે ખોરાક બમણો
છતાંય રહે એવા ને એવા અમાં લક્ષણો
અકળામણ થાય જોઇને એકબીજાને
કર કરકસર દરેક વાર તહેવારે
મિત્રો મારા બંને એવા જેમાં અવગુણોનો અનુભવ નહિ
જેમની વાતોથી ગુંજી એ ગલી અને શેરી
જેમના હસવાથી વધે પ્રેમની લાગણી
એવી અમારી જીગરી મોટું પતલુંની યારી
