મારી મા
મારી મા
વગર કહે સમજી જાય એ મા
પોતાના સપનાને બાજુમાં મૂકી
આપણાં સપનાને સપનું બનાવે એ મા,
પોતાને દુઃખ હોય છતાં કોઈ ને કહે નહિ એ મા
24 કલાક વગર સેલરી એ કોઈ પણ રજા વગર કામ કરે એ મા,
લાગણીઓને સાથે રાખી ખુશી બધાને આપે,
પોતે ભૂખી રહી આપણને છપનભોગ કરાવે,
પ્રેમભરી વાનગીઓથી પરિવાર ને સાથે રાખે,
છતાં માના વચન બધાને કડવા લાગે,
તારો હાથ માથા પર ફરતા દિવસનો થાક હળવો થઈ જાય,
દૂર હોય તો તારા અવાજ માત્રથી દિલ હળવું થઈ જાય,
મુશ્કેલીઓમાં તુજ હિંમત આપે,
પપ્પાની દાટથી તુજ અમને બચાવે,
રડી ને તારા ખોળામાં સ્થાન મને સ્વર્ગનું મળે,
તારા આશીર્વાદથી જીત મને દુનિયાની મળે,
તારા પ્રેમની આગળ ભગવાન પણ મસ્તક નમાવે,
એ મા તારા એ પ્રેમને અમારા સો સલામ.
