STORYMIRROR

nidhi nihan

Inspirational Others

3  

nidhi nihan

Inspirational Others

દોસ્તી

દોસ્તી

1 min
170

વર્ષોની ઓળખનો મળ્યો એક પુરાવો તારામાં,

મિત્ર નામનો મળ્યો અણમોલ સિતારો તારામાં,


તાળાબંધે જકડાય સૂનમૂન પડ્યો તો ઓરડો,

પોતીકો અલગારી પગરવ સંભળાયો તારામાં,


કંઈક ઋણાનુબંધનો ખડકલો રહ્યો હશે બાકી,

લાગણી છલકતો હૈયૈ દરિયો દેખાયો તારામાં,


દુનિયા સમ દેખાડો કરે એ જાણે હોય ખડતલ,

મીણ સરીખો હૃદય ધબકાર અથડાયો તારામાં,


નિભાવવી છે આ દોસ્તી આખરી શ્વાસ લગી,

સાંજ તણા જીવને દોસ્તી તાર ગુંથાયો તારામાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational