STORYMIRROR

Purvi sunil Patel

Inspirational Others

3  

Purvi sunil Patel

Inspirational Others

મારું ગામ બચાવો

મારું ગામ બચાવો

1 min
199

આજ મારું ગામ બચાવો,

સૌ પોતાનું ગામ બચાવો,

વંટોળ આવ્યો વિકાસનો,

વૃક્ષો વાવી ગામ બચાવો,

વિકાસમાં સૌ ભાન ભૂલ્યાં

શુદ્ધ હવા ને જળ બચાવો,

ઉદ્યોગની આંટીમાં ફસાયાં,

વેરાન થતાં ગામને બચાવો,

વહેતી નદીયું ગામ ભાગોળે,

એ નદીયુંનાં નીર બચાવો,

ગામને પાદર ગૌધણ રે'તું,

આજે ગૌ માતાને બચાવો,

કુદરતી ધરોહર જીવંત રાખે,

સુંદર આપણાં ગામ બચાવો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational