પરિશ્રમ
પરિશ્રમ
માનવી સમજ નથી આ દુનિયામાં કશુંક અશક્ય,
તારી મહેનત કરી દેશે આ અશક્યને શક્ય,
ભલે તું આજ હોય ડ્રાઇવર, પણ કાલે તું બની શકે માલિક,
તારા પરિશ્રમ થકી મળે તને માન સન્માન હક માલિકનો,
નસીબ અવળા પાટે ન ચઢે તેવી કરજે પ્રભુ પ્રાર્થના,
સવળી ચાલે જો તારા નસીબની રેખા સમજો સફળ ઈશની પ્રાર્થના,
કુદરતના ઘણા થાય કરિશ્મા પણ મહેનત પર આપજો જોર,
તોજ કાર રેસિંગ જીતી બધેજ વિજેતાનો થાશે જયઘોષ,
જીવનમાં ચઢતી અને પડતી આવે છે,
તેમાં જે જાય ડગી તે ન સફળ થાય કદી,
દિવસો કદી સરખાં નથી રહેતા, ક્યારેક તડકો અને છાંયડો,
પરિશ્રમથી ઉકલશે આ જાહોજલાલીનો કોયડો.
