ઘડપણનો સહારો
ઘડપણનો સહારો
યોગ્ય જીવનસાથી બનશે મારા ઘડપણનો સહારો
આમ એકલા તો કેમ કાઢી શકું જિંદગીનો ગુજારો,
જાતી જિંદગીએ વ્યક્ત કર્યા એક બીજાના વિચારો
થાય છે એકબીજાને એકલતામાં મૂંઝારો,
સૌથી શ્રેષ્ઠ જિંદગી ઘડપણની
ભેગા રહી કેવો દેખાતો હશે નજારો,
બસ હવે સાથે જીવીશું સાથે મરીશું ના વચનથી
મળી ગયો ઘડપણના લોકોને અનોખો કિનારો.
