પિતાથી વિશેષ વ્યક્તિત્વ
પિતાથી વિશેષ વ્યક્તિત્વ
પિતાથી વિશેષ વ્યક્તિત્વ જીવનમાં શું હોય
ભલે નાળિયેર જેવા કઠોર પણ દિલથી નરમ હોય,
દુનિયાનો સાચો માર્ગ દેખાડનારા વ્યક્તિ હંમેશા પિતા જ કહેવાય
માર્ગે ભટકી જનારા અમે અમારા માટે પિતાથી વિશેષ શું હોય,
વિશેષતા પિતાની આજ સુધી કોઈ સમજી શક્યું નથી,
એટલે જ ગેરહાજરી પિતાની કોઈના મનમાં કેવી હોય,
ભલે ગમે તેટલા દુઃખી હોય પોતાના સંતાનોને સુખી જ જોવા ઈચ્છા બધાની સરખી છે,
દુઃખ વેઠી સંઘર્ષથી આગળ વધવાની આવડત પિતા પોતાના સંતાનોને શીખવાડતા હોય,
પિતાથી વિશેષ વ્યક્તિત્વ જીવનમાં શું હોય
ભલે નાળિયેર જેવા કઠોર પણ દિલથી નરમ હોય.
