જાદુઈ જિંદગી
જાદુઈ જિંદગી
ખોટું હસાવી સાચું રડાવી જાય છે જાદુઈ જિંદગી
બસ નામનું જ જીવાડી જાય છે આ જાદુઈ જિંદગી,
પૈસા પ્રેમી વ્યક્તિથી દૂર ભાગે છે મોટાભાગે
બની જાય છે દોરંગી દુનિયા આ જાદુઈ જિંદગી,
ખોટો દેખાડો કરી વિશ્વાસ આવી જાય છે આ દુનિયા
એ પણ સાચા વ્યક્તિ દિલને ઠેસ પહોંચાડે છે આ જાદુઈ જિંદગી,
ખોટું હસાવી સાચું રડાવી જાય છે જાદુઈ જિંદગી
બસ નામનું જ જીવાડી જાય છે આ જાદુઈ જિંદગી.
